Excel ને CSV માં બદલો

Excel શીટને એવી CSV ફાઇલ બનાવો જે પોર્ટલ, બૅન્ક અને બીજી ઍપ સ્વીકારે. તારીખો, દશાંશ અને ગુજરાતી લખાણ બરાબર આવે છે.

ફાઇલો તમારા ડિવાઇસની બહાર જતી નથી

તમારી ફાઇલ અહીં મૂકો તમારા ડિવાઇસ પર જ પ્રોસેસ થાય છે

કેવી રીતે વાપરવું

  1. Excel ફાઇલ (.xlsx, .xls) અથવા .ods સ્પ્રેડશીટ પસંદ કરો અથવા અહીં મૂકો.
  2. ઘણી શીટ હોય તો એક પસંદ કરો, અથવા બધી ZIP તરીકે લો.
  3. વિભાજક અને એન્કોડિંગ પસંદ કરો, પ્રિવ્યૂ જુઓ, પછી ડાઉનલોડ કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

અલ્પવિરામ કે અર્ધવિરામ?

મોટા ભાગનાં પોર્ટલ અને ઍપ અલ્પવિરામ માગે છે. Excel નાં કેટલાંક યુરોપિયન સંસ્કરણ અર્ધવિરામ માગે છે; ડેટામાં જ બહુ અલ્પવિરામ હોય તો ટૅબ વાપરો.

Excel માં CSV ખોલતાં ગુજરાતી લખાણ બગડી જાય છે.

“Excel માટે UTF-8” પસંદ કરો. તે ફાઇલની શરૂઆતમાં એક નાનું નિશાન ઉમેરે છે જેથી Excel ને ખબર પડે કે લખાણ UTF-8 છે. પોર્ટલ ન માગે ત્યાં સુધી અપલોડ માટે તેને બંધ રાખો.

ફોર્મ્યુલા અને તારીખોનું શું થાય છે?

CSV માં ફક્ત કિંમતો હોય છે, તેથી દરેક ફોર્મ્યુલા તેના પરિણામ તરીકે સેવ થાય છે. તારીખો YYYY-MM-DD તરીકે લખાય છે, જે દરેક પ્રોગ્રામ એકસરખી વાંચે છે.

પોર્ટલ પરથી મળેલી .xls ફાઇલ ખરેખર વેબ પેજ છે. શું તે ચાલશે?

હા. ઘણાં પોર્ટલ HTML કે XML ટેબલ .xls નામે આપે છે; તે પણ વંચાય છે.

શું મારી ફાઇલ ક્યાંય અપલોડ થાય છે?

ના. ConvertRight સંપૂર્ણપણે તમારા બ્રાઉઝરમાં ચાલે છે. તમારી ફાઇલ તમારા પોતાના ફોન કે કમ્પ્યુટર પર જ પ્રોસેસ થાય છે અને કોઈ સર્વર પર મોકલાતી નથી.

સંબંધિત ટૂલ્સ